ઝખ્મ થઈ જા તું ,ગહેરો જાણી રહું,
દર્દ ને રાહત થી, સાચે , માણી રહું.
હોય ચકમક જો, કદાચિત હીરા સમું,
કિંમતી નાણું બને , તો નાણી રહું,
રૂપ જો કેફિયત લઇ ને , ડૂબતું રહ્યું.
ઘુંઘટો થઇ જા હું , ત્યારે તાણી રહું,
હું ઉભો ખુલ્લા બજારે, લો ને જુઓ,
દિલને ખોલી વ્હેંચતો ,હું લ્હાણી રહું,
છે ફકીરી હાલ મસ્તી, માણે જરા,
દ્રષ્ટિ દુનિયામાં કદી ધૂળ ધાણી રહું.
-મોહનભાઈ આનંદ