Gujarati Quote in Motivational by RajniKant H.Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🌹*મા* 🌹
મા ક્યારેય જતી નથી
ગયા પછી પણ એ
થોડી થોડી રહે છે....

મા હોય છે..
રસોઈની સુગંધમાં,
શ્વાસોશ્વાસના બંધમાં,
તાંબા પિત્તળના ઉજાળેલા
વાસણોની ચમકમાં,
પેલી પૂજાઘરની
ઘંટડીની ખનકમાં..
પેલી થિંગડાં વાળી
ગોદડીમાં..
થોડી.મીઠી.પ્રેમની
ગોઠડીમાં...
એ તો સતત વહે છે,
મા થોડી તો રહે છે....

મા હોય છે..
હાથેથી ભરેલા રૂમાલમાં,
પેલા મંદિરની આરતીની
ધમાલમાં...
ઉદાસીમાં જાદુની ઝપ્પીમાં,
ગરમ રોટલીની થપ્પીમાં..
દોરી વાળા ચશ્માં માં..
એ સરકતી રહે છે..
મા થોડી તો રહે છે..

મા હોય છે...
તુલસીના છોડના મૂળમાં..
એ ક ખેતરની ધૂળમાં..
ઓલા ચંપાના ફૂલમાં..
કવિતાના કુળમાં..
એ ઝલકતી રહે છે..
મા થોડી રહે છે...

મા ક્યારેય જતી નથી
એ આજે પણ છે..

Gujarati Motivational by RajniKant H.Joshi : 111703633
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now