કદી નાં ભુલાય એવી મારી અમૂલ્ય મૂર્તિ છે તું માં..
પ્રેમનું નેહ વરસાવતું મારુ પ્રેમાળ વાદળું છું તું માં..
ડગલે પગલે હિંમત આપતી મારી હિંમત છે તું માં..
હિંમતભેર ચાલતા શીખવનાર મારો પથ છે તું માં..
સમજદારીનો પાઠ ભણાવનારું પુસ્તક છે તું માં..
જીવનનું ઉત્તમ અમૂલ્ય મારુ ઉપહાર છે તું માં..
જીવવાનું શીખવતી વાત્સલ્યની મુરત છે તું માં..
મારા જીવનની પહેલી કિંમતી સખી છે તું માં....