આગમન
લાગણી નીતરતું હૈયું
તુજ યાદ માં ધબકી રહ્યું
વ્યથા જઈ કોને કહું
એકાંત માં એ રડી રહ્યું...
ક્યારે આવીશ તું હવે
મન પ્રતીક્ષા કરી રહ્યું
રાહ જોઈ તરસ્યા નયન
દીદાર ને તરસી રહ્યું...
ખબર નથી કઈ કેડી
જાય છે તારી તરફ
કદમ માંડુ ક્યાં હવે
આ દિલ હજી ભટકી રહ્યું...
આગમન ની આશ માં
નજર બિછાવી છે અમે
સ્વાગત કરીશું ભાવ થી
આ હૃદય તડપી રહ્યું...
યાદ કરી તને ઓ પ્રિયા
લખી રહ્યો છું આ ગઝલ
"કલ્પના" છે "બકુલ" ની
તારી યાદ માં તરસી રહ્યું...
બકુલ ની કલમે...✍️
ગઝલ
07-05-2021
10.48