Gujarati Quote in Motivational by Tr.Anita Patel

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચિતરામણા.
-@nugami.
કોઈ પણ વ્યક્તિ હોય,એને કેવું ચિતરવું છે એ આપણા વિચારો પરથી નક્કી થાય છે.
અને આપણા વિચારો કેવા છે એ આપણી માનસિકતા પરથી નક્કી થાય છે.
અને આપણી માનસિકતા કેવી છે,એ આપણા સંસ્કારો પરથી નક્કી થાય છે.
અને આપણા સંસ્કાર કેવા છે ,એ આપણા ઘરના વાતાવરણ પરથી નક્કી થાય છે.
ટુંક માં ,વ્યક્તિ જે વાતાવરણ માં રહે છે,એની અસર એના મન પર પડે છે.
કોઈ વ્યક્તિ પૂર્ણ નથી હોતું.
સાચા ને સાચું અને ખોટા ને ખોટું કહેવામાં આવે તો કંઇ વાંધો નથી.પણ બસ નકામું કોઈ ને સળી કરવી અને ખોટા ચીતરવા એતો સાવ છેલ્લી કક્ષા નું કામ છે.

કોઈ વ્યક્તિ થી નથી બનતું અથવા તો કોઈ વ્યક્તિથી નુકસાન જ થાય છે સંબંધોમાં,તો એના વિશે વિચારો કરવા કરતાં,અને એને ખરાબ ચીતરવા કરતાં એને મન માંથી કાઢી નાખવું વધુ સારું રહેશે,પોતાની માનસિકતાને સારી રાખવા માટે.

બીજાને ખરાબ ચીતરવા માટે વ્યક્તિ ને પોતે ખરાબ વિચારો કરવા પડે છે,અને એના લીધે માનસિક ઊંડી અસર થાય છે તો આ બધા નુકસાન માં પડવા કરતાં એને જતું
કરવું સારું રહેશે,પોતાની માનસિકતા ને સારી રાખવા માટે.

કારણ,જ્યાં સુધી આંગળી કંકુ વાળી ના થાય ત્યાં સુધી ,સામે વાળા ને ચાંદલો ના થાય,
એજ રીતે જો સામે વાળા ને ખરાબ ચિતરવું જ હોય તો એના માટે પોતે ખરાબ થવુ પડે અથવા પોતાના વિચારો દૂષિત કરવા પડે.
અને નુકસાન વ્યક્તિ ને પોતાને જ થાય છે,બીજા શું લઈ જશે?
માટે ,ચિતરામણ બીજા ના ખરાબ કર્યા કરતાં,પોતાના જીવન ને સુંદર વિચારો સાથે,સુંદર વાતાવરણ માં,ઈશ્વર ની આપેલી સુંદર ભેટોનો સારી રીતે ઉપયોગ કરી આપણ ને મળેલું સુંદર ભેટ રૂપી જીવન બીજા ને ખરાબ ચીતરવા માં ના બગાડતા પોતાને ઈશ્વર ની નજર માં સુંદર બનાવવા પ્રયત્નો કરવા જોઈએ.
શું લઈ જવાનું છે,બીજાને ખરાબ ચિતરી ને?
શું થઈ જશે,બીજા ને ખરાબ ચિતરી ને?
દસ આંગળી ના સરખી હોય,
શું થશે,જો અંગૂઠો આંગળી સાથે તાલ નહિ મેળવે તો?
ઈશ્વરે આપ્યા છે અનેક સુંદર રંગ,
શું થશે જો એનો ભરપૂર ઉપયોગ નહિ કરીએ તો?

નુકસાન તો અંતે વ્યક્તિ ને જ છે.
જેને આટલા સુંદર રંગ મળ્યા છે જીવન ના,
પણ એ વ્યસ્ત છે બીજા ને કાદવમાં ડૂબાડવા માં...
-@nugami.

Gujarati Motivational by Tr.Anita Patel : 111702149
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now