Gujarati Quote in Story by anjali shah

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘણા સમયથી લખવાની ઈચ્છા હતી પણ કોવિડ ડયુટીના લીધે સમય જ ન મળતો. આજે ઘણા સમય પછી નાનકડી રચના લખું છું આશા છે કે આપ સૌને પસંદ આવશે. ઘણા સમય પછી લખું છું તો કંઈ ભૂલ હોય તો માફ કરશો.

          
મારા પ્રિયતમ,
         તને પ્રિયતમ કહું કે પછી મારા વ્હાલા ખબર નહિ. આમ તો આ કહેવાનો હક નથી મારો પણ છતાં હું પ્રિયતમ કહીશ. યાદ છે જયારે આપણે પહેલી વાર કોલેજ કેન્ટીનમાં મળ્યા ત્યારે બંને એકબીજા સાથે અથડાયા ત્યારે કેવા ઝઘડયા હતાં. ત્યાર પછી આપણે જયારે હોય ત્યારે નાની નાની વાતમાં ઝઘડયા કરતાં. યાદ છે તને સ્કિનના લૅકચર નું ગ્રુપમાં કહેવાનું હતું ત્યારે બંને કેવા ઝઘડયા હતા અને ગાયનેકમાં બીજા દિવસે હિસ્ટરી લેવાની છે એવો મે તને આગળના દિવસે મૅસેજ કર્યો હતો તો પણ તે લીધી ન હતી ત્યારે હું તારી સાથે કેટલું ઝઘડી હતી.પણ આમ ઝઘડતાં ઝઘડતાં આપણે દોસ્ત કયારે બની ગયા એ ખબર જ ના પડી. તું મારી  સંભાળ રાખતો એ મને ગમતું.ધીમે ધીમે હું કયારે તને પ્રેમ કરવા લાગી એની ખબર જ ના રહી. દિવસમાં જયારે હોય ત્યારે બસ તને જ યાદ કર્યા કરતી. જયારે તું આસપાસ હોય તો બસ તને જ જોયા કરું એવું થતું. કયારેક મારી ફ્રેન્ડ્ઝ મને તારી  સામે જોતા પકડી લેતી પણ હું કંઈ નહિ કહીને નજર ફેરવી લેતી.મારી ફ્રેન્ડ્ઝ મને તારી સાથે ચીડવતી તો મારા ગાલ શરમથી લાલ થઈ જતાં.મારી ફ્રેન્ડ્ઝ મને કહેતી કે તને મારા દિલની વાત કહી દઉ પણ કયારેય હિંમત જ ના થઈ. હું એવું વિચારતી કે તું ખોટું સમજીશ તો કયાંક તારી દોસ્તી પણ ગુમાવી ના દઉ. આમ ને આમ આપણું એમબીબીએસ પૂરું થયું.પછી એમ.ડી માં તો બંને ને અલગ અલગ જગ્યાએ એડમિશન થયું. આપણે બંને છેલ્લે મારી અને તારી કોમન ફ્રેન્ડના ભાઈના મૅરેજમાં મળ્યા હતાં એને પણ એક વર્ષ ઉપર થઈ ગયું. પછી આપણે મળવા વિચાર્યુ પણ કોરોનાને લીધે મળી જ ના શકાયું.દરેક નાની નાની વાત જેમ કે હું જમી કે નહિ, મારા જન્મદિવસ પર મારી ફ્રેન્ડ્ઝ સાથે મળીને આપેલું સરપ્રાઈઝ આ બધી વાતો આજે પણ યાદ કરું છું તો એવું જ લાગે છે કે તું મારી આસપાસ જ છે.આજે ભલે સાથે નથી છતાં એકપણ દિવસ એવો નથી જતો કે તને યાદ ન કર્યો હોય. મનમાં તો થાય છે કે આ પત્ર તને પોસ્ટ કરી દઉ પણ હિંમત નથી થતી. બસ ભગવાનને એક જ વિનંતી કરીશ  કે હંમેશા તને ખુશ રાખે કારણ કે તારી ખુશીમાં જ મારી ખુશી છે.    
                                                      એજ લિ.
                                                      તારી દોસ્ત.

Gujarati Story by anjali shah : 111701048
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now