ખુદ થી પ્રેમ...
જાત ને ઝબકોળી
પ્રેમ ની સરિતા માં મેં
ડૂબકી ઘણી લગાવી ને
મેં ખુદ થી પ્રેમ કરી લીધો...
હમસફર ની તલાશ માં
સડકો પર ભટકી રહ્યો
ગાફિલ બની ને હવે
મેં ખુદ થી પ્રેમ કરી લીધો...
જિંદગી ની આ સફર માં
ચાલી રહ્યો છું એકલો
સમજનાર કોઈ મળ્યું નહિ
મેં ખુદ થી પ્રેમ કરી લીધો...
ઝાંઝવા ની પાછળ હજી
પાગલ બની દોડ્યા કર્યો
પામી ના શક્યો પ્રેમ ને
મેં ખુદ થી પ્રેમ કરી લીધો...
તારા દીદાર ની આશ માં
ગઝલ લખી રહ્યો "બકુલ"
"કલ્પના" મળી નહિ
મેં ખુદ થી પ્રેમ કરી લીધો...
-બકુલ ની કલમે...✍️
ગઝલ
30-04-2021
01.56