હવાની લહેરખી વિરક્ત બની,
એક જોગણ આજે વિરક્ત બની..!
ભૂલી બધુ એકતારો હાથ લઇ,
આ મીરા કેવી વિજોગણ બની..!
હૃદયે વસાવી એક શ્યામની મૂરત,
એ તો દુનિયા ભૂલી મદમસ્ત બની..!
ભક્તિની શાશ્વત જ્યોત જલાવી કેવી.!
બાઈ મીરાં કૃષ્ણની દાસી બની..
નશ્વર જગતના કડવા ઘૂંટડા ભરી,
પ્રભુ કૃષ્ણના દર્શનની દાની બની..
દર્શના રાધે રાધે