"હું હોઈશ"
વડીલોએ હવે સમજ ગુમાવી છે,
સાચી સમજ આપવા હું હોઈશ.
સાચાનું ખોટું હવે બહુ થાય છે,
સાચું કરવાનો પ્રયાસ કરવા હું હોઈશ.
પ્રેમનું શિક્ષણ હવે લુપ્ત થાય છે,
ભાવ સમજાવવા હવે હું હોઈશ.
લોકોને મન દુઃખ હવે બહુ થાય છે,
સાચી ધીરજ આપવા હવે હું હોઈશ.
ભેદભાવથી મન દુઃખ ખૂબ જોયા છે,
સ્ત્રી - પુરુષનું વ્યક્તિત્વ જોવા હું હોઈશ.
જાતમાં જ ભટકતાં બઉ જોયા છે,
એમનો માર્ગદર્શક થવા હવે હું હોઈશ.
- આચાર્ય જિજ્ઞાસુ ચૌહાણ