શ્વાસ આપણા રૂંધાણા કે કુદરતના!
અનંત વહેતી નદીઓ વચ્ચે વિશાળ પૂલ બાંધ્યા
ત્યારે નહિ રૂંધાયા હોય શ્વાસ નદીઓના!
દરિયાની રેતીના ખનન વખતે ઝીંકાતા પાવડાના ઘા,
દરેક વારે નહિ રૂંધાણા હોય શ્વાસ દરિયાના!
વનોના સામ્રાજ્યને તહસનહસ કરી ઊભી કરી ઇમારતો,
ત્યારે નહિ રૂંધાયા હોય શ્વાસ આ વનદેવીના!
અબોલ જીવને તડપાવી, નિર્દયી હત્યા કરી,
ત્યારે નહિ રુંધાયાં હોય એ શ્વાસ મૂંગા જીવના!
જાતિ ધર્મના નામે રમખાણો ઊભી કરી પાડ્યા ભાગલા,
ત્યારે નહિ રૂંધાણા હોય શ્વાસ ધરતીના!
"પ્રેમ" હવે કરે છે સવાલ કેમ રૂંધાય છે શ્વાસ માનવના ?
સમજાવું કેમ અત્યાર સુધી આપણે રુંધાવ્યા છે શ્વાસ કુદરતના!
✍️પ્રેમ - આનંદ