કહેવા માંગું છું તને
ઘણું બધું પણ શબ્દો
નથી મળતાં.
બોલવા માંગું છું
તારી સાથે પણ
મૌન રહી જાઉં છું.
છે કેટલીય લાગણીઓ
અને કેટલાય સપનાઓ
વહેંચવા માંગું છું
તારી સાથે.
હોઉં છું જ્યારે તારી સાથે
બસ ખોવાઈ જાઉં છું તારામાં.
ભૂલી જાઉં છું શબ્દો,
ખોવાઈ જાય છે વાતો,
જોતી જ રહું છું તને
વિચારીને કે સમજી જશે તુ
શું કહેવા માંગું છું હું.
નથી આવ્યો હજુ એ દિવસ
કે સમજી જાય તુ મારી વાતો
જોઈને મારી આંખો!!!
શું કામની તારી આ આંખો
જે ક્યારેય સમજી નથી
મારી આંખો, મારું મૌન!!!!!
-સ્નેહલ જાની