Gujarati Quote in Motivational by Viraj Kavaiya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" વિશ્વાસની કિંમત "
મહાભારત આમ તો બધા વ્યક્તિએ જોયેલું જ હશે! અને ના જોયું હોય તો જીવનમાં એક વાર જોવું જ જોઈએ.
વિશ્વાસ શુ હોય છે અને એની કિંમત શુ હોય એ આજે મહાભારતના એક ઉદાહરણ
દ્વારા સમજાવા માંગુ છું.
જયારે મહાભારતનું યુદ્ધ ચાલતું હતું ત્યારે એક એવો દિવસ આવવાનો હતો, જેમાં પાંડવના પક્ષમાંથી ધનુર્ધર અર્જુન અને કૌરવોના પક્ષમાંથી પિતામહ એવા ભીષ્મ
સામ સામે યુદ્ધ કરવાના હતા.
આ યુદ્ધના આગળના દિવસે પિતામહ દ્વારા એવી પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે કાલના યુદ્ધમાં કા તો હું નહીં કા તો અર્જુન નહીં એવી રણ મેદાનમાં ઘોસણા કરી.
વિશ્વાસની વાત હવે શરૂ થાય છે.
આ યુદ્ધની આલગી રાત્રે ભગવાન શ્રી કૃષ્ણ મનોમન ચિંતિત હતા, તે અર્જુનને રાત્રે મળવા ગયા ત્યાં જોયું તો અર્જુન તો પોતાની નીંદરમાં ઘસઘસાટ સૂતો હતો.
ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ઘોર નિંદ્રામાંથી જગાડીને થોડો વાર્તાલાપ કરતા કહે છે.
હે અર્જુન કાલની સવારમાં યુદ્ધ મેદાનમાં તારે પિતામહ એવા ભીષ્મની સાથે યુદ્ધ કરવાનું છે, તો તને કોઈપણ જાતની ચિંતા નથી ?
કે તું ઘસઘસાટ સૂતો છે આવું બોલીને ભગવાન શ્રી કૃષ્ણ અટક્યા.
આ વાક્ય સાંભળતા જ અર્જુન હસવા લાગ્યો અને બોલ્યો.
હે માધવ મારું ઘોર નિંદ્રામાં સુવાનું કારણ અને કોઈ પણ જાતની ચિંતા ના કરવાનું કારણ તમે છો.
જ્યાં સુધી મને બચાવવા વાળો અને મારી ચિંતા કરવા વાળો જાગતો હોય તો પછી મને શી વાતની ચિંતા હોય ? માધવ
એટલે હું આરામથી સૂતો હતો.
હે માધવ મને તારા ઉપર ભરોસો છે કે મને બચાવવા વાળો તું છે, તો મારે કઈ ચિંતા કરવાની જરૂર જ નથી.
એટલે વિશ્વાસની કિંમત શુ હોય છે એ આ ઉદાહરણ દ્વારા સાર્થક થાય છે.
- વિરાજ કવૈયા
( કલમના કિનારે )

Gujarati Motivational by Viraj Kavaiya : 111696035
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now