તારી અને મારી કહાની કેટલી,
બસ સૂર્ય ઊગે અને સાંજ ઢળે એટલી.
તારી અને મારી વાતો કેટલી,
શિયાળાની રાત અને ઉનાળાના દિવસ જેટલી.
તારો અને મારો પરિચય કેટલો,
ખુદા અને માણસનાં સંબંધ જેટલો.
તારો અને મારો પ્રેમ કેટલો,
દરિયા ના મોજાથી લઈ તેના ઊંડાણ જેટલો.
તારો અને મારો સંગાથ કેટલો,
અમાસની રાત્રે ચાંદના અંજવાશ જેટલો.
#તારી ને મારી કહાની