સતનામ સવાયા સંતો સતનામ સવાયા
આંખ નય એને પાંખ નય અધર તખતે ઠેરાયા
વાણીમા એતો વણસી જાવે સતશબ્દે ગવાયા
અંખડ આરતી થાવે ઓહનીશ સુરતા એ સંભળાયા
અણી અઞર પર જળહળે જ્યોતિ સ્વરુપે જોવાયા
ગગંન મંડળ મા ગરજીરયા ઝાલર ના ઝંણુકારા
નામ તણી નોબત વાગે કોય પ્રેમી જને પાયા
શ્વાસે શ્વાસ ના સમરણ મા દશમા દ્રારે દેખાયા
સહેજ સુન મા શ્યામ સુહાગી નુરતા મા પરખાયા
ઠાઠ મા અઠાઠ ગુરુજી મારા સોહમ નામ કહેવાયા
દાસ વિનોદ કહે મનોહર ચરણે ધાટ મા અધાટ દરસાયા