થઈ જાય છે પસાર જીવન,
ત્યાં જ બાકી રહી જાય છે જિંદગી માણવાની,
અને પછી આવે છે લોકો રડવા આપણી મૃત્યુ વેળાએ,
જતાવે પછી આપણી સારપ બીજા સમક્ષ,
જિંદગીભર રહી નફરત જેમના માટે ભારોભાર,
એવા લોકો પણ બેસવા આવે છે તસવીર સામે,
હવે કહેવું શું આને?
કરૂણતા,આપણા નસીબ કે પછી તેમની ભલમનસાઈ??
મૈત્રી બારભૈયા