જીવનમાં એક જ કમાલ કરતાં આવડે છે,
મને તો વેદનાને વ્હાલ કરતા આવડે છે.
નથી આવડતું મુજને ધૃણા કે દ્વેષભાવના,
પ્રેમની જરા મીઠી બબાલ કરતાં આવડે છે.
સ્નેહની ચોપાટમાં , સમર્પણની સોગઠાબાજીમાં,
બેઉ જીતીએ એવી ચાલ રમતાં આવડે છે.
આમ તો જ્ઞાન ને વેદાંતમાં માહિર છો તમે,
મળે ના જેના ઉત્તર એવા સવાલ કરતાં આવડે છે.
વેદના ,વિરહ અને આંસુ ભૂલી જાઓ તમે,
સ્નેહના ઝરણમાં એવી ધમાલ કરતા આવડે છે.