Quotes by Daxa Parmar Zankhna. in Bitesapp read free

Daxa Parmar Zankhna.

Daxa Parmar Zankhna.

@zankhna02gmail.com2203


હે પ્રભુ ! તે તો ના કરવાની કરી,
આ તે કેવી આકરી કસોટી કરી !
મારી નહીં પણ તારી લાજ જાશે,
જોજે હો હું ખોટી ઠરી.

Read More

*મારા વિચાર*

કહેવાય છે,જેવી જેની દ્રષ્ટિ તેવી સૃષ્ટિ.
જે જેવા હોય તેવા જ પ્રગટ થાય છે.જેનો સ્વભાવ જ વેદના અને તકલીફ આપવાનો હોય,તે એવું જ કરે છે.લાગણીઓની મજાક ઉડારનારા ક્યારેય લાગણીને સમજી નથી શકતા.જેનામાં દ્વેષ છે તે સૌનામાં દ્વેષ જ નિહાળશે.આ જગતમાં અમુક વ્યક્તિઓ એવું જ વ્યક્તિત્વ ધરાવે છે .પરંતુ આપણે આપણો સ્વભાવ છોડવાનો નથી. એ એનું કર્મ કરે છે તો આપણે આપણું કર્મ કરવું. આપણો જે ભાવ છે,પ્રેમ છે,કરુણા છે અને સૌથી કોઈનામાં દોષ ન જોવાની મનસા ....આ ક્યારેય ના છોડવું. બસ શુભ કર્મ કરો.અવર પર ધૃણા કે દ્વેષ ના રાખો.કુદરત નિહાળે જ છે. એ આપણી કદર કરશે.સૌનું ભલું કરો.ભગવાન આપણું ભલું કરશે.ભલે બધા આપણું બૂરું કરે...આપણે આપણી ભલાઈ ના છોડવી જોઈએ.

Read More

એક સ્ત્રી..... પત્ની બનીને ઘણું છોડીને આવે છે....અને એ સ્ત્રી ..... પત્ની ઘણું બધું છોડાવે પણ છે.

એક સ્ત્રી ધારે તો સંસારી બનાવે...અને ધારે તો વૈરાગી પણ બનાવે.

ना पलके जुकाई
ना नजरे मिलाई।
बस देखी भी तो
दिल की गहराई ।
कैसी चली ए
प्रेम की पूरवाई !
अभी तो मिले थे,
क्यों आ गई जुदाई ?
नादान था दिल
अपने दिल से ,
ए कैसी रुसवाई ?

Read More

જીવનમાં એક જ કમાલ કરતાં આવડે છે,
મને તો વેદનાને વ્હાલ કરતા આવડે છે.

નથી આવડતું મુજને ધૃણા કે દ્વેષભાવના,
પ્રેમની જરા મીઠી બબાલ કરતાં આવડે છે.

સ્નેહની ચોપાટમાં , સમર્પણની સોગઠાબાજીમાં,
બેઉ જીતીએ એવી ચાલ રમતાં આવડે છે.

આમ તો જ્ઞાન ને વેદાંતમાં માહિર છો તમે,
મળે ના જેના ઉત્તર એવા સવાલ કરતાં આવડે છે.

વેદના ,વિરહ અને આંસુ ભૂલી જાઓ તમે,
સ્નેહના ઝરણમાં એવી ધમાલ કરતા આવડે છે.

Read More