Gujarati Quote in Poem by Maitri Barbhaiya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અતિ અનિવાર્ય સંજોગોને બાદ કરતા,
હવે ઘરે રહેવાનું રાખીએ,
રૂબરૂ મળવાનો આગ્રહ ન રાખીને,
હવે વિડિયો કોલ પર મળતા રહીએ,
સમજીને ગંભીરતા આ વૈશ્વિક મહામારીની
હવે માસ્ક, સામાજિક અંતર અને સેનેટાઈઝરનો ઉપયોગ ચાલુ રાખીએ,
સમજાતા હવે મહત્વ સ્વાસ્થ્યનું,
હવે પૌષ્ટિક આહાર લેવાનું રાખીએ,
ભૂલી થોડોક સમય પાશ્વાત્ય સંસ્કૃતિ ને,
હાથ મિલાવાની બદલે હવે અભિવાદન કરવાનું રાખીએ,
સાંકળ આ વાયરસ ની તોડવા,
સરકાર વિશે ટીકા-ટીપ્પણી ન કરીને,
હવે નાગરિક તરીકેની ફરજ અદા કરીને આંશિક સ્વયંભૂ લોકડાઉન જેવી વ્યવસ્થા કરીએ,
ફરીથી નવા સપના સજાવીએ દેશને કોરોના મુક્ત બનાવવાનો,
અને જાગૃત બની જવાબદાર નાગરિક તરીકે રસી લેતા રહીએ,
છે સમય ઘણો વિકટ,
પણ ખોટી અફવા ન ફેલાઈને,
જેટલું હોય શક્ય આપણાથી,
તેટલું લોકોને માનસિક સહાય આપવાનું રાખીએ!

મૈત્રી બારભૈયા

Gujarati Poem by Maitri Barbhaiya : 111691855
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now