દર્દ છું હું ને સતત, તેમાં જ સ્હેવા દો,
આશરે છું ભાવનામાં , જ ક્હેવા દો;
ભેદ મોટો કોઇ , ક્યાં જો બતાવે છે,
થોડું સ્વાર્થી ભેદ ભ્રમણા જ રહેવા દો ;
પ્યાસ ચાતક જેમ જોને તું વિહ્વળ થઈ,
સ્વાતિ બૂંદોની, ઝલક માં જ વ્હેવા દો;
હો કદાચિત કોઇ ભ્રમણા જરા પણ જો,
વૃત્તિને તરબોળ , લ્હાવો જ લેવા દો;
માણવો આનંદ, પ્રેમાળ ઝખ્મો માં,
સ્પંદનો દિલ મરહમી , ત્યાં જ રહેવા દો;
-મોહનભાઈ આનંદ