ઓળખ
એક દિવસની વાત છે. રિયાને ભગવાન સપનામાં આવીને કહે છે " તારે જીવવું હોય એટલું જીવી લેજે તારા પાસે હવે ઘણો ઓછો સમય વધ્યો છે! "
" કેટલો સમય છે મારા પાસે!!"
" વધારેમાં વધારે તો ૨-૩ દિવસ. "
રિયા મનમાં થોડી દુઃખી થાય છે અને સાથેસાથે ખુશ પણ થાય છે. બસ રિયાને હવે દુનિયાથી ડર લાગતો હતો કે દુનિયા મને મારા અથર્વ જોડે આમ પણ નથી જીવવા તો દેવાની નથી એટલે મૃત્યુ સારું જ કહેવાય.
બસ થોડીજ ક્ષણોમાં રિયા અથર્વને ફોન કરે છે " સોરી.... આટલી મોડી રાત્રે તને હેરાન કર્યો. "
"અરે કંઈ વાંધો નય બોલને, શું કામ પડ્યું મારું?? "
"તું મને તારા ૨-૩ દિવસ આપીશ..? "
"બે ત્રણ નહિ પરંતુ આખી જિંદગી તને આપવા તૈયાર છું.."
" ઠીક છે તો કાલે મળીએ.. ચલ હવે તું સુઈ જા... ગુડ નાઈટ.."
રિયા સવારે વહેલા ઉઠીને તરત જ અથર્વને કહેલી જગ્યા પર પહોંચી જાય છે.
"અથર્વ આપણે કંઈક દૂર ફરવા માટે જવું છે પ્લીઝ ચાલ ને!!"
"હા જઈશું બસ.."
"ક્યાં જવું છે બોલ.?? "
"બસ મારે ગમેં ત્યાં તારી સાથે જીવવા જવું છે."
અથર્વ રિયાનું આ સ્વરૂપ જોઈને ચિંતીન હતો. પરંતુ અથર્વ પણ રિયાને મનથી પ્રેમ કરતો હતો. એટલે કંઈ વિશેસ પૂછપરછના કરીને આજે બંને હિલ સ્ટેશન તરફ ફરવા માટે નીકળી જાય છે.
આ બે-ત્રણ દિવસમાં અથર્વ રિયાને ખૂબ જ ખુશ રાખે છે અને રિયાને પોતાના આત્માની ઓળખ કરાવે છે.
જાણે આવું લાગી રહ્યું હતું કે રિયા કોઈક અલગ જ દુનિયામાં જતી રહી હોય. આ સમયગાળામાં રિયા પોતાના મનને ઓળખી જાય છે અને તેને શું કરવુંએ પરખ થઈ જાય છે.
સવારનાં આલાર્મ વાગે છે ટ્રીન... ટ્રીન... ટ્રીન... બહારથી રિયાના મમ્મી રિયાને જગાડવાનો અવાજ કરે છે અને જોવે છે કે સપનું સાચું નહિ હોય ને!!
જાગીને જોવે છે ત્યાં અથર્વ રિયાનું રિયાનું પ્રમોશન લેટર આપવા અને રિયાનો હાથ માંગવા માટે આવ્યો હતો.
ઘરે થી બંનેના પરિવાર માની જાય છે અને બંનેના લગ્ન કરવી દે છે.
અંતે રિયાને અથર્વની અને અથર્વને રિયાની આત્માની ઓળખ થાય છે.
ખુલી આંખો મારી તો મેં મારી ઓળખનું સપનું જોયું,
ખાલી ખોટી હું પડી વ્હેમમાંને સપનામાં મેં મારું ખાપણું જોયું.
✍🏻~દુશ્મન