Gujarati Quote in Thank You by Krish

Thank You quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમનું જો હોય કોઇ
એક ઠેકાણું તો કહો
બધી મેલી જંજાડ
હું ત્યા જઈ વસું

જન્મ થતા જ મળતો
મા-બાપ નો સથવારો
બધી મેલી જંજાડ
હું ત્યા જઈ વસું

થોડે આગળ જતા મળતો
ભાઈ-ભાંડુ નો સથવારો
બધી મેલી જંજાડ
હું ત્યા જઈ વસું

યુવાનીમાં મળતો મનને
મનગમતો મિત્રોનો સથવારો
બધી મેલી જંજાડ
હું ત્યા જઈ વસું

થોડે આગળ જતા મળતો
મારા પ્રિયતમનો સથવારો
બધી મેલી જંજાડ
હું ત્યા જઈ વસું

આઘેડ થતા મળતો મને
પૌત્રોનો સથવારો
બધી મેલી જંજાડ
હું ત્યા જઈ વસું

જીવનનો અંત થતા મળતો
પરમાત્માનો સથવારો
બધી મેલી જંજાડ
હું ત્યા જઈ વસું
અરે હવે તો ત્યા જઈ વસું.

Gujarati Thank You by Krish : 111689606
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now