Gujarati Quote in Good Evening by ANAND SAMANI

Good Evening quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમની એ પળ પછીની વાત છે,
ફૂલ પર ઝાકળ પછીની વાત છે.
એકબીજાને જો મળવાં આપણાં,
મન થયાં વિહ્વળ પછીની વાત છે.
દ્રાર આવીને તે દસ્તક દીધા,
મેં દીધી સાંકળ પછીની વાત છે.
કેટલાયે કારસા કંઈ મેં કર્યાં,
એક નાના છળ પછીની વાત છે.
આ ઈરાદો કોઈ પલટી ના શકે,
ઉદ્ભવેલા બળ પછીની વાત છે.
આજથી તું કર હવે "આનંદ" બસ,
પીધેલા મૃગજળ પછીની વાત છે.

copy & credit ashok Jani.
"આસોપાલવ"

Gujarati Good Evening by ANAND SAMANI : 111689427
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now