❤️..... તૃષા....❤️
હાલ તો દરેક ક્ષણમાં શોર છે
હું ખુદના જ સપનાનો ચોર છું,
તારા ઈશ્કના રંગે રંગાયેલ
હું રંગીલો મશહૂર છું,
તારી આંખોમાં ખોવાયેલ
તારા દિલનો ચિત્તચોર છું,
આમ છતાં તને પામી લઉં
એ ક્ષણથી ઘણો દૂર છું,
પ્રિયે! મળીને તને કહેવું છે ઘણું
પણ ઘણી મૂંઝવણો વચ્ચે હું ચૂપ છું
ચાહું છું કઈંક અને પામુ છું કઈંક
માફ કરજે સનમ...તને છોડવા મજબૂર છું,
લાગણી થી તરબતર મન...
અને આંખોમાં પુર છે,
દિલથી એટલુજ કહીશ પ્રિયે!
હજી તારા પ્રત્યે પ્રેમ તો ભરપૂર છે!!!