*શબ્દ:શબ્દ વાગ્યાં*
વાણીનાં આધિપત્ય પર મૌનની લાચારી,
અહીં શબ્દવેધી બાણ
જે ઝેલે એ જાણે...!
બોલ્યાં વગર
ઘણું બધું કહી
જતાં લોકો,
અહીં ચૂપ રહી
મૌનની ભાષા સમજે
એજ જાણે...!
બોલનારનાં અહીં
વેચાય બોર ને નવ
બોલ્યાંમાં નવ ગુણ,
અહીં આવા બેવડાં
ધોરણો જે સહે
એજ જાણે...!
વાણી એ તો શબ્દો
થકી જ રૂડી એ વાત જાણતાં સહુ,
તો ય શબ્દોનાં તમાચા જેણે ખાધાં
હોય એજ જાણે...!
આમ તો વક્તાનાં
શબ્દો જ એની
મહા મૂડી,
ચૂપ રહેવાની સજા
શું છે એ બોલકા
હોય એ જ જાણે..!
શું કરીએ..?
ચૂપ રહીએ કે બહુ બોલીએ આ વ્યથાની વાત,
જેને રોમેરોમ શબ્દો
વાગ્યાં હોય એ જ જાણે...!
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*