*શબ્દ:સ્પર્શ*
તમારી લાગણીઓની
હેલીમાં એવા થયા તરબોળ કે,
બંધ આંખે પણ સ્પર્શની એ ઓળખાણ અમે
અકબંધ
રાખી છે...!
આમ તો સુંગંધ પારખવામાં તો એવાં
માહિર કે,
બંધ નાકથી પણ સુવાસની એ ઓળખાણ
અમે સદાબહાર રાખી છે...!
તમારા સ્પર્શનાં અનુભવની તો નિરાળી છે ઓળખ,
ટેરવાંની હલચલ પરથી
સમજવાની એ કોશિશ
અમે બરકરાર
રાખી છે...!
તમારા આગમન પહેલાં જ તમારી સુગંધ તમારા આવવાની ચાડી ખાય,
ત્યાં તો વળી સ્પર્શની એ વાત જ અમે
કોરાણે રાખી છે...!
સ્પર્શ અને ગંધ તો ઈન્દ્રિયાતીત જ્ઞાન,
છ યે ઈન્દ્રિયો પર એ મહારત અમે
અવિરત જાળવી રાખી છે...!
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*