*શબ્દ: શરમ કરો*
એક પગ હોય કબરમાં,
તો ય ડોસો હોય
કાયમ કેફમાં ...!
શેનો કેફ અને શેનો નશો?
ડોસાને ફરક ન પડતો કશો..!
એની મસ્તીમાં
રહેતો કાયમ
રમમાણ,
કરી નશો કાયમ
મચાવતો રમખાણ...!
ડોસી ફરતી કાયમ
બાવરી બિચારી,
ડોસો વર્તન કરતો
કાયમ અવિચારી...!
ડોસી કહેતી ડોસાને
ઉંમરનો તો
લિહાજ કરો,
ડોસી વારંવાર કહેતી
હવે તો શરમ કરો...!
ડોસા- ડોસી વચ્ચે થતી રોજ ચડભડ,
લોકો ટેવાઈ ગયાં આ તો એમની રોજની ગડબડ..!
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*