ડંખ*
તમે રાખો અંદરથી
જો ડંખ
તો એમાં અમારો શું વાંક?
પછી વૈદ્ય થાય વેરી
તો એમાં અમારો
શું વાંક?
દવા અને દર્દ
તમારાં ખુદનાં
ઉભા કરેલ,
પછી ઘા પર
નાહકનો મલમ
લગાવો તો
એમાં અમારો
શું વાંક?
હઠીલા લોકોમાં
ગણના થાય છે
તમારી,
પછી કાંટાથી કાંટો
નીકળે તો એમાં
અમારો શું વાંક?
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*