*સરકતો સમય*
સરકતો આ સમય રેત સમ ,
ન ક્યારેય કોઈનો થયો, ન થવાનો છે..!
આપણે એનાં થવું પડશે,
સરકતો સમય ન કશામાં બંધાયો,
ન કશામાં મપાયો છે...!
ઘડિયાળમાં અટવાયો ,
હોકાયંત્રમાં
સચવાયો પણ
સરકતો સમય
અણીનાં સમયે
ઘડીયોમાં ગણાયો છે...!
ધારદાર અણી કાઢેલ ચાકુ લઈને બેસો,
તોય બિંદાસ,બેફિકરો
સમય સરકતો
જવાનો છે...!
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*