Gujarati Quote in Blog by Rutambhara Thakar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*આજની નારી સબળા કે અબળા?*

સબળા કે અબળા બંને શબ્દમાં પાછળ લાગતા બળની આવશ્યકતા એકસમાન છે. આગળ અ અને સ અક્ષરની ગતી પર સ્ત્રીની ગતિ કે પ્રગતિ પર આખો
દારોમદાર..!

સ્ત્રીએ કોઈ નિર્જીવ વસ્તુ કે અર્થહીન ચીજ તો છે નહીં કે તમે એની પાસેથી ક્રિયા- પ્રતિક્રિયાની આશા વગર કોઈ માંગણી મૂકી શકો ?

હા ,ચોક્કસ જ..!
એને પણ વેદના-સંવેદના હોય છે
લાગણીઓની અભિવ્યક્તિ કરવાની પૂરેપૂરી આઝાદી હોવી જોઈએ. એ સમાજને
ઘણું બધું આપે છે સામે ફક્ત પોતાનાં માન-સન્માન અને હકોનું રક્ષણ માગે છે.
એ ના મળે તો એ ચોક્કસ જ બાવરી બનીને પોતાનું કાલીરૂપ બતાવે છે..!
એમાં ખોટું શું છે?

આપણો કહેવાતો સુસંસ્કૃત સમાજનાં લોકો જો કૂતરો પાળે તો ય એનાં લાલન પાલનમાં પોતાનો ઘણો સમય આપતાં હોય છે પણ જ્યાં સ્ત્રીની વાત આવે ત્યાં ઓરમાયું વર્તન ચાલું..!

આપણી સમક્ષ તાજેતરનો આયેશાનો દાખલો એકદમ તાજો અને નજર સામે જ છે. હસતી ખેલતી બહેનો દિકરીઓ આવી રીતે ક્યાં સુધી
પુરુષની જોહુકમીનાં ખપ્પરમાં હોમાયા કરશે...?
બાપ,પતિ અને પછી પુત્ર બધેજ પુલિંગ જાતિનું વર્ચસ્વ..!
તો એમાં સ્ત્રી જો સબળા બની પોતાની આગવી ઓળખ ઉભી કરે તો વાંધો શું છે?
એને એની જવાબદારી ઓનું પૂરેપૂરું ભાન હોય છે.

પરિવારનું નિર્વહન કરતાં કરતાં ક્યાં સુધી એ ગુમનામીની જિંદગી જીવશે..?

એને પણ એનાં ભાગનું આકાશ આપી દો..!
પછી જુવો એક નવા જ વિશ્વનો આગાઝ..!
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*
આણંદ.

Gujarati Blog by Rutambhara Thakar : 111689311
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now