*શબ્દ:ઢોલ પીટ*
શું કામ કરે તું નાહકની ગીટપીટ..?
વાતમાં ના હોય દમ તોય ભાઈ તું
જોરથી ઢોલ પીટ...!
અહીં તો બોલે એના બોર વેચાય ,
ભલે પછી ફરે બોલીને કરે અંચાઈ...!
બહેરા કાનોને સંભળાય ના
કોઈનાં ય બરાડા ,
અહીં તો ધૂમ ધડાકા ને
ફોડો ફટાકડાં...!
બાપાનાં બગીચામાં
ફરે સહુ કોઈ,
મોટા ભાગનાં લોકોએ
વેચી માણસાઈ...!
હરામનું ખાવું,
બીજાનાં પૈસે કરવા
લીલા લહેર,
નવરા ઠેરઠેર મળે ગામ હોય કે શહેર...!
મોટાં માણસોની પાછળ ફરે કહી 'સર સર',
પછી ફેરવે 'ઈસકી ટોપી ઉસકે સર'..!
કહેવાતાં વિદ્વાનો વારંવાર બદલે રંગ જાણે 'ગિરગીટ',
તો તું શું કામ પડે પાછો..?
ભાઈ તું ય જોરથી
ઢોલ પીટ...!
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*