*સૂક્ષ્મ મનની આંખે*
આમ તો આ ચિત્ર મને થોડુંક જુગુપ્સા ઉપજાવી ગયું...!
જોઈને જલ્દીથી બદલી કાઢવાની ઈચ્છા થાય એવું લાગે..!
પણ પણ પણ...
પાછલા માથાનાં ભાગને એક માથા ફરેલ માણસે બાકોરું પાડી એમાંથી બહારની દુનિયા જોવા પ્રયત્ન કર્યો છે..!
એ કોણ...?
આપણું સૂક્ષ્મ મન..!
આને વ્યંગાત્મક રીતે જોઈએ અને એની રચનાત્મક પ્રસ્તુતિ કરું તો એવો અર્થ નીકળે કે....,
હે માનવ,
તું ગમે તેટલું સારું કરીશ તો તારા પીઠ પાછળ બોલવા વાળાનો તું પાર પામી શકીશ નહીં. માટે તારા મન,મસ્તિષ્કના કમાડ ખુલ્લાં નહી રાખે તો તારા સૂક્ષ્મ મનને એને ફાડીને પણ તારા વિરોધીઓને ચુપકેથી ઓળખી ઓળખીને પરાસ્ત કરવા જ પડશે..!
આપણે કહીએ છીએ કે હાથી પાછળ કૂતરા ભસ્યાં કરે પણ કૂતરાની સંખ્યા ઉપર પણ સઘળો દારોમદાર છે. હાથીની મદમસ્ત ચાલ એ કૂતરાની સંખ્યા અને કૂતરાઓની ભસવાની
'ડેન્સીન્ટી' પર નિર્ભર છે, અને હાથીની સહન કરવાની ક્ષમતા પર પણ છે.
ક્યાં સુધી હાથી આ ચલાવશે?
ક્યારેક તો એનો પીત્તો જશે જ...!
બીજી રીતે જોઈએ તો તમારી હાજરીમાં જ તમારી પીઠ પાછળ શું રંધાઈ રહ્યું છે એ જાણવું બહું જરૂરી થઈ પડે છે જેથી કરીને તમે તમારાં આગળનાં આયોજનો કરવામાં સહાયતા રહે.
જેનાં પણ ચાવવાનાં અલગ અને દેખાડવાનાં અલગ દાંત હોય એવાં વ્યક્તિત્વનો સુપેરે પરિચય થઈ શકે..!
કારણકે સમાજમાં મીઠું બોલવા વાળા તમારી સામે કાંઈક અલગ હોય છે અને તમારી પીઠ પાછળ કાંઈ અલગ હોય છે...! દૂધ અને દહી બંનેમાં પગ રાખી બે ય બાજુનો લાડવો ટેસથી આરોગતા હોય છે ..!
આવા લોકો આપણાં માટે લાંબે ગાળે નુકશાનકારક નિવડતા હોય છે.
બીજું સાચાને સાચું કહેવાવાળા અને રોકડું પરખાવી દેનાર પણ સહસા તારવી શકાય છે..!
એટલે તમારા પાછલા મગજને સતેજ રાખી મનની આંખે સાચા -ખોટાં લોકોને ઓળખો..!
એમાં તમારું સૂક્ષ્મ મન સહાયક બનશે. એ તમારું રાહબર બની સાચા રસ્તે લઈ જશે.
તમારાં દ્વારા લેવાતાં સાચા-ખોટાં નિર્ણયો પર પણ બાજ નજર રાખશે..!
કહેવાય છે ને કે આપણું મનુષ્યનું પાછલું મગજ બહું સતેજ હોય છે. સાચા-ખોટાનો ભેદ એજ સમજાવે છે..!
તો સૂક્ષ્મ મનની ગતિનો પાર પામીએ અને એની અમાપ શક્તિઓનો જેટલો બને એટલો લાભ ઉઠાવીએ.
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*