*ધમાકેદાર છો*
વાતે વાતે કરો ધમાકા,
કહેવું પડે ને
ભાઈ....
તમે તો
ધમાકેદાર છો..!
વાતે વાતે મારો
ફડાકા,
કહેવું પડે ભાઈ ...
તમે તો
ફડાકેદાર છો...!
વાતે વાતે મારો
ગપ્પાં,
કહેવું પડે ભાઈ....
તમે તો
ગપાટેબાજ છો..!
વાતે વાતે મારો
ઝપાટો,
કહેવું પડે ભાઈ ....
તમે તો
ઝપાટેબાજ છો...!
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*