*શબ્દ:થાકતાં જ નથી*
અમુક લોકો આજીવન બડબડ કરવા માટે જ જન્મ્યાં હોય છે,
આટલું બધું બોલીને
ય થાકતાં જ નથી...!
અમુક લોકો
આજીવન કચકચ કરવા જ જન્મ્યાં
હોય છે,
આટલો કચકચારો
કરીને ય થાકતાં જ નથી...!
અમુક લોકો આજીવન
ખાવા માટે જ
જન્મ્યાં હોય છે,
જીવવા માટે ખાય છે,
કે ખાવા માટે જીવે છે કે ઢગલો પેટમાં ઠૂસીનેય
થાકતાં જ નથી..!
અમુક લોકો આજીવન ઢસરડાં
કરવા જ જન્મ્યાં
હોય છે,
કાળી મજૂરી કરીને
ય થાકતાં જ નથી..!
અમુક લોકો આજીવન
લડવા માટે જ
જન્મ્યાં હોય છે,
આખો સમય
વળચકા ભરીને
થાકતાં જ નથી...!
અમુક લોકો આજીવન
વાકું જ બોલતાં
હોય છે,
આવા વાકાંબોલા
વનમાળીદાસ વાંકદોષ
જોતાં જોતાં
થાકતાં જ નથી...!
શું કરવાનું આવા
અથાક મનુષ્યનું...?
જેમનામાં હોય
છે આવા
ગુણ ગણો કે અવગુણ....,
એ લોકો કોઈ વાતે
થાકતાં જ નથી...!
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*