Gujarati Quote in Poem by Rutambhara Thakar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*નજરબંધી કરી*

તમારી આંખોનાં કામણ એવા થયા કે ,
અમારા સમગ્ર અસ્તિત્વની જાણે
નજરબંધી કરી...!

તમારી નજરો નીચી ઝૂકાવીને પાંપણોએ ચિલમન હળવેથી એવી હટાવી કે,
અમારી દ્રષ્ટિની જાણે
ઘેરાબંધી કરી...!

તમારા શ્વાસોની આવનજાવન
એવી સળવળી
અમારાં ઉર મહી કે,
અમારા હ્રદયનાં
સ્પંદનોની જાણે
વાડાબંધી કરી...!

તમારી હાજરી
એવી કે ફક્ત
તમારી ખૂશ્બુથી
જ વર્તાય ને,
જાણે અમારી હાજરીની તો લોકોએ
નાકાબંધી કરી...!

તમારી વાણીનો
જાદૂ એવો મદિરા જેવો અસરદાર કે,
એ નશાને પહોંચી
વળવા લોકોએ
જાણે કે અમારા પર ફરીથી દારૂબંધી કરી...!

તમારૂં અસ્તિત્વ એવું
ધારદાર ને મારકણું કે,
એનાં રૂઆબને
પહોંચી વળવા જાણે કે અમારી કિલ્લેબંધી કરી...!

આ તો તમારાં થકી અમારું જ
અસ્તિત્વ જોખમાયું,
તમારી યાદોને ખાળવા
હવે અમે જાણે કે ખુદ પર પાબંધી કરી...!

ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*

Gujarati Poem by Rutambhara Thakar : 111689279
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now