Gujarati Quote in Poem by Rutambhara Thakar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*શબ્દ: ફાલતું વાત*

રહેવા દો હવે નાહકની
આ ફાલતુ વાત,
બંધ થાવ હવે બગાડશો ના કોઈની
કિંમતી રાત...!

તમારી આ અણગડ અગડમ બગડમ બોલી,
ને ઠાલી ઠાલી હોશિયારીની
કરતી રહેતી
વાતો પોલી પોલી.. .!

અહીંનું તહીં ને
તહીનું અહીં કરી
તમે ખાધું,
હવે નહી છેતરાઉં
પાણી પહેલાં હવે પાળ હું બાંધુ...!

તમારા ખોખલાં દાવા અને મગજ તમારું
થયું છે હવે માદું,
તમારી ફાલતું વાતો બંધ કરો હવે દાદૂ..!

જમાનો હવે છે બદલાયો ,
હં-હામાં પતે તો આખા વાક્યો પર પણ
કાપ મૂકાયો...!

હવે તો ફાલતું વાતો પર પણ છે
કર લદાયો,
ચૂપ રહેવામાં જ
હવે માણસ ઘડાયો...!

નથી કોઈ પાસે સમય હવે સાંભળવા
લાંબી લાંબી વાતો,
ધીરજની કસોટી
કરવામાં જ
તમારો સમય પણ વિખરાતો...!

વાણી અને સમયની સમજો આ કારીગરી,
હજુ સમય છે બંધ કરો આ ફાલતુગીરી....!


ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*

Gujarati Poem by Rutambhara Thakar : 111689278
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now