*હું કવિ છું*
હા,હું કવિ છું.
મારી શબ્દોનાં
આકાશનો મધ્યાહ્ને તપતો રવિ છું..!
હા, હું કવિ છું.
આમ તો દરેક કવિતા
માટે નવી છું..!
હા હું કવિ છું.
મારી કવિતાનાં શબ્દોનાં જ
તાળાની હું ચાવી છું..!
હા, હું કવિ છું.
હ્રદયનાં સ્પંદનોમાં ઉઠતી નદી
જાણે કે હું જ
બિયાસ અને
રાવી છું..!
હા, હું કવિ છું.
શબ્દોની રચાતી માયાજાળમાં
કવિતા થકી જ
હું માયાવી છું...!
હા, હું કવિ છું.
કવિતા ,ગઝલો લખ્યાં હવે હું અલંકાર, છંદ,
રદીફ અને
કાફીયા જેવી છું....!
હા,હું કવિ છું .
કવિતા જ પ્રાણવાયુ બની મારા લોહીમાં વહે છે,
વાસ્તવમાં મરેલી હું કલ્પના થકી જ
જીવી છું..!
હા,હું કવિ છું.
મારી કવિતા થકી જ
હું મારામાં બદલાવ
લાવી છું...!
હા ,હું કવિ છું.
મારી લાગણીઓ થકી
શબ્દોને આપી વાચા,
હું ખુદ પર
હાવી છું...!
હા,હું કવિ છું.
હા,હું કવિ છું.
હા, હું કવિ છું.
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*