*ભળી ગયાં*
સ્વભાવે અમે
એવાં નિખાલસ
નીકળ્યાં ,
કે જાણે દૂધમાં સાકરની જેમ
ભળી ગયાં ...!
લોકોને સમજવામાં અમે થોડા બાઘા નીકળ્યાં ,
કે ડોબા સમજીને
આવનારા દરેક
અમને છળી ગયાં...!
સમજથી પર સમજતા
બધું જ,
એટલે જ અમે
આવનારી બધી
મુશ્કેલીઓ વહેલાં કળી ગયાં...!
ઉઠતી આંગળીઓ
ક્યારેક લાગણીઓને
મારતી ગોદા,
ભીતરના સવાલોનાં જવાબો એનાં થકી
જ મળી ગયાં...!
કટુ વેણનાં ખાઈને વાક્બાંણ
ઝેર તો પીધાં જાણી જાણી,
તરસ્યા પ્રેમનાં એવા અમે ,
સમજી પાણી
ઝેરનાં કડવાં ઘૂંટડા ગળી ગયાં..!
આવી અનોખી
આદતે પ્રભુએ
અમને હંમેશા બચાવ્યા,
કે કાયમ જ શૂળીના ઘા સોઈથી જ
ટળી ગયાં...!
સહનશક્તિની પરાકાષ્ઠા તો જુઓ કે
રાતની રાહ અમે
ના જોઈ શક્યાં,
સંધ્યાકાળે જ
અમે ઢળી ગયાં ...!
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*