Gujarati Quote in Poem by Rutambhara Thakar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*રમતાં રમતાં*

સમય સમયની વાત છે
વ્હાલાં,
અમે રમતા રમતા ગમી ગયાં ને
તમે ગમતા ગમતા રમી ગયાં...!

શું તારૂં ,શું મારૂં..?
કહેતા કહેતા
અમે દઈ દીધું સર્વસ્વ,
તમે લઈ લીધું
સમસ્ત...!

આ તો એકતરફી
પ્રેમની વાત થઈ,
અમારું દિલડું
તમે લઈ ગયાં
અને અમે મોઢું વકાસી રહી ગયાં..!

રમતાં રમતાં થયેલ
પ્રેમની વેદના તમે શું
જાણો ?
તમે રમત સમજી અમને છળી ગયાં,
ને અમે એને અંચાઈ
સમજી ગળી ગયાં...!

અંતરની વેદના તો હજુય
પાડે છે પોકાર,
એ આવશે એક દિન જરૂર મારી પાસ,
હૈયે હજુય અકબંધ રાખી છે એક આશ...!

ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*

Gujarati Poem by Rutambhara Thakar : 111689275
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now