*યાર તું પણ..!*
મન મારું પાક્કું દોસ્ત અને હું એનો યાર,
દોસ્તી અમારી વચ્ચેનો સાર..!
સહેજે થાય જો આઘું પાછું મન મારૂં,
સંજોગોને સમજતાં
વાર કરતું બિચારું...!
હવે તો ભાઈબંધીમાં થોડી તું પણ રાખ
સમજણ,
ફટાંક કરતી એને કહેતી યાર તું પણ.....?
ક્યારેક રચાતો અમારી વચ્ચે સમજણનો સેતુ,
ક્યારેક અટકી જતાં ઘણાય હેતુ...!
સેતુ અને હેતુમાં અટવાતી અમારી સમજણ,
ત્યારે ફટાંક કરતી કહેતી એને યાર તું પણ...?
મન અને મારી વચ્ચે થતી ઘણીય ગડમથલ,
જિંદગી જીવવાની આમજ કપાશે દડમજલ...!
દરેક વખતે વેઠવી પડતી આ પડોજણ,
ત્યારે ફટાંક કરતી કહેતી એને યાર તું પણ...?
શું કરીએ..?
મારું મન મારો પાક્કો દોસ્તાર,
ભલેને હોય એનો બહું જ મોટો વસ્તાર..!
એની દોસ્તી સાચવી રાખવાં કરતી પડતી ઘણીય વેતરણ,
એ પણ એવું કરતું લાગે ત્યારે ફટાંક કરતી કહેતી એને યાર તું પણ...?
મારી અને મનની પ્રેમની અભિવ્યક્તિ પરસ્પર,
અમારી દોસ્તી જ બનતી અમારો ઈશ્વર....!
પ્રેમની ટકાવી રાખવાનો મારો
નિર્ણય,
તો મન પણ એમાં થતું સંમત,
ત્યારે ફટાંક કરતી કહેતી એને યાર તું પણ...?
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*