*શબ્દ:લો કરો વાત*
ધોતિયાનાં સ્થાન પર
હવે પેન્ટ કરે રાજ,
લો કરો વાત...!
રોટલા-રોટલીની
ગોળાઈનો હવે
પિત્ઝાથી કઢાતો ક્યાસ,
લો કરો વાત..!
દેખાદેખીનાં નામે હવે
પરિવારોનો થતો નાશ,
લો કરો વાત...!
સંસ્કૃતિનાં સીમાડાને
ઓળંગીને સંસ્કારોનો થયો દાહ,
લો કરો વાત...!
રંગ,રૂપનાં રજવાડે
યુવાધનનો થયો રંજાડ,
લો કરો વાત...!
ધર્મ, જાતિનાં ભેદભરમે નેતાઓનો નંગો નાચ,
લો કરો વાત...!
'જેવુ કરો તેવું પામો'
તો ય ઈચ્છાઓને નથી વિસામો,
લો કરો વાત...!
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*