*ષડ્યંત્ર*
ષડ્યંત્ર એટલે સડેલા મનનું યંત્ર,
બગાડે સમગ્ર આયખાનું તંત્ર ...!
સમયનાં ગર્ભમાં એનાં થકી પાપનો
ખેલાતો અજીબ
ખેલ ,
માનવપરાધે પછી
એ બનતો
સજારૂપી જેલ...!
પાપોની ગઠરી
ખભે ભરાવી ચાલી
નીકળ્યાં,
ષડ્યંત્રની ગંધ પારખીને
ભાગી નીકળ્યાં...!
નથી છોડતાં કોઈને પણ ખોટાં કરેલ
કર્મ ,
ષડ્યંત્ર એટલે જ પછી
પાછળથી સમજાવશે
એનો મર્મ...!
હાથનાં કર્યા જ
હૈયે વાગે છે,
ખાડો ખોદે એ જ
એમાં પડે છે..!
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*