*હોળીનો હેલ્લારો*
હરી રમે ભક્તો સંગ કરી હેલ્લારો,
રંગોથી તરબોળ હોળીનો હેલ્લારો....!
રંગોની લાલી શરીરે ચોળી,
હુલ્લારે ચઢી
ભક્તોની ટોળી...!
રંગ વરસે સખી
એક વાત કાનમાં કહું,
રંગરસિયાના રંગમાં
રંગાયા સહુ...!
ભરી ભરી રંગે પિચકારી,
ઉડાડે અબિલ ગુલાલ
બાંકે બિહારી...!
ફાગણિયો જામ્યો છે
ઝાકમઝોળ,
આવને સખી
આજ ચડ્યો છે
હૈયે હિલ્લોળ...!
હરિને સંગ રમીએ હોળી,
દલડાને કરીએ રસતરબોળ પ્રેમે
ઝબોળી...!
રંગરસિયા વાલમ હરી
આવોને આવોને,
પ્રેમે ભરી પિચકારી
રંગાવા હરી વાલમ આવોને...!
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*