Gujarati Quote in Poem by Rutambhara Thakar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*વહેરોવંચો/વહેરોઆંતરો*

ઘરનાં મોભી છો
તો ઓઢશો ના ખોટો અંચળો ,
દીકરી ને વહુવારુમાં કરશો ના વહેરોવંચો...!

તમારી વહુ પણ છે કોઈની વ્હાલી દીકરી,
સમજશો ના એને નકામી ઠીકરી...!

એ પણ છોડીને
આવી છે સર્વસ્વ તમારાં દીકરા ખાતર,
લજાવશો ના તમારા સંસ્કાર બનીને કપાતર...!

મૂળ સાથે ઉખાડાયેલ છોડને પણ જોઈએ
છે શ્વસવા,
આ તો દીકરી છે આપજો એને પણ થોડો સમય વસવા...!

કરજો એનું પણ વહાલથી જતન,
એ પણ છે એનાં
માવતરની આંખનું
રતન...!

પ્રેમથી પ્રેમ મેળવવાનો રાખશો મહાવરો,
હાથ જોડી વિનવું
ના કરશો
વહેરોઆંતરો..!

ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*

Gujarati Poem by Rutambhara Thakar : 111689267
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now