*ક્ષમતા છે?*
આપનાર દરિયો લઈને ઉભો છે તમે ચમચી ધરી છે,
ક્ષમતા એની ચકાસવામાં
આપણી બુદ્ધિ આધીઅધૂરી છે...!
એની પાસે છે દરિયાદિલી એટલે જ
એ દેવાનો છે અધિકારી,
આ તો એની ક્ષમતા પર હતી શંકા
એટલે તે એક
આંખ મિચકારી...!
છે તારી ક્ષમતા...?
તો અવેરવા માંડ તારી આવડત જેટલું,
નહીંતર નહીં રહે,
ના ઘરનો ના ઘાટનો,
જીવવા માંડ જીવાય
એટલું...!
-ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*