*શબ્દ:શ્રમદાન મહાદાન*
ગૃહિણી એટલે શ્રમનો પર્યાય,
થાકતી ના જરાય..!
આમતો એનાં કામને
ગણાતું ના શ્રમદાન,
ભોગ આપે ગમે એટલો મહાન...!
સવારથી રાત સુધી
પરિવારની સેવામાં રહેતી રત,
એનું કામ જ એનો નશો અને એ જ
એની લત...!
ગૃહિણીના કામને પણ ગણો શ્રમ,
અથાક મહેનત કરતી
ના કરતી વિશ્રામ..!
એનું પણ શ્રમદાન છે
મહાદાન,
સમાજનાં ઉત્થાનમાં એનું ઘણું મોટું યોગદાન...!
એનાં થકી પરિવાર ને સમાજ છે ઉજળો,
છતાંય ગૃહિણી ઓઢતી નથી
ક્યારેય દંભનો અંચળો...!
-ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*