*શબ્દ: ફૂલદાની*
આવી મળ્યાં ફૂલો દાનમાં,
લો સજાવો એને ફૂલદાનમાં..!
ઉછીનાં પ્રેમને પોતાનો સમજી ફૂલદાની,
બિચારાં ફૂલોને પ્રેમ
કરી બેઠી ફૂલદાની...!
અધૂરી એકતરફી પ્રેમની સાચવતી
પોતાની કહાની,
આજ તો દરેક ફૂલદાનની જાણીતી
નાદાની..!
એકેએક ફૂલને વહાલથી સાચવતી રહેતી,
એટલે જ તો
દરેક ફૂલોને
સહેજે ય કરમાવા
ન દેતી...!
હવે તો ફૂલોએ પણ કરાવી છે પ્લાસ્ટિક સર્જરી ,
કરી છે ફૂલદાનીનાં
પ્રેમની ઘોર મશ્કરી...!
કળિયુગ છે ભાઈ
એની અસર હવે
બધે વર્તાય ,
એટલે તો
બિચારી ફૂલદાની
પર બગીચા હજુય કતરાય..!
વરસોથી ફૂલોનાં પ્રેમમાં ફૂલદાની
જ ભલે છેતરાય,
તો ય નવા જોમ જુસ્સા સાથે ફરી
કામે જોતરાય....!
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*