*શબ્દ:પદ્મનાભ*
અંતરનો નાદ સાંભળે
મારો પદ્મનાભ,
સાદ સાંભળી
કાયમ દોડી આવે
મારો પદ્મનાભ...!
મારાં અચેતન મનનો
રખવાળો મારો પદ્મનાભ,
ચેતનામાં ચૈતન્ય બની
વહેતો મારો પદ્મનાભ...!
મારા સમગ્ર અસ્તિત્વનો
અહેસાસ
મારો પદ્મનાભ,
મારી અસ્મિતાને
જીવંત રાખતો
મારો પદ્મનાભ...!
એ દેખાતો નથી છતાંય
અનુભવાય છે મારો પદ્મનાભ,
વણકહી ,વણસી ગયેલી વાતોમાંથી
કાયમ ઉગારતો
મારો પદ્મનાભ...!
આમતો મારો પાક્કો
દોસ્તાર મારો પદ્મનાભ.
એથી વિશેષ એક
ખાનગી વાત કહું...?
મારો ભગવાન,
મારો હ્રદયસમ્રાટ,
મારો રાજાધિરાજ, મારો સચ્ચિદાનંદ,
મારો સદગુરૂ,
મારો રાહબર,
મારી ૧૦૮,
મારો પ્રાણ,
મારૂં અનંત આભ જ
મારો પદ્મનાભ....!
*શાન્તાકારમ ભુજગશયનમ પદ્મનાભમસુરેશમ,*
*વિશ્વાધારમ ગગનશદૃશ્યમ મેઘવર્ણમ્શુભાંગમ,*
*લક્ષ્મીકાંન્તમ કમલનયનમ યોગવિદ્યાનગમ્યં ,*
*વંદે વિષ્ણુ ભવભય હરમ સર્વલોકેકનાથમ*
-ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*