*શબ્દ:નથી ગમતું/ગમતું નથી*
મારામાથી હું જ ખોવાઈ ને,
ને તારામાંથી જડી જાઉં, એ વાતે
થાય તારી ટીકા એ
મને ગમતું નથી..!
નથી મને કોઈ નામ અકરામની ચાહત,
નથી જોઈતી મને વણજોઈતી રાહત,
એ વાતે પણ
થાય કોઈ ચડભડ એ
મને ગમતું નથી...!
એક હાથથી લઈને
બીજા હાથથી દીધું,
આવા અણદીઠા સોદા
વિશે નથી કોઈને કીધું,
હવે એ વાત પણ
થાય કોઈ અણબનાવ
એ મને ગમતું નથી...!
હવે કોઈ ગમતું ઘડાવો
તો સારૂં,
એ વાતે હ્રદયને રોજ હું વારું,
તોય એ જ વાત પણ
મનમાં લઈ ફરવું
મને ગમતું નથી...!
-ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*