*શબ્દ:રાતરાણી*
કહો રાતની રાણી કે દિવસની રાણી,
ફરક શું પડે..?
અંધારા ઉલેચવા
સુગંધને ઝાલી ..!
એને રાત કે દિવસ સાથે નથી કોઈ દારોમદાર,
એણે અંધારાને મહેકતા
કરવા લીધી છે
રાતને ઉધાર..!
અંધારાને ડરામણાં
કહે છે લોકો,
રાતરાણીની મહેંકનો લઈ જોજો અંધારામાં
એક મોકો...!
ચંદ્રની ચાંદની અને
રાતરાણીની ખૂશ્બુ,
કોકવાર રાત જાગીને
પણ થજો એનાં
સંગ રૂબરૂ...!
રાતરાણીની ખૂશ્બુના
અદ્ભુત છે કામણ,
એને પણ સુંઘવા
ભેગો થાય છે મહેરામણ...!
-ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*