*શબ્દ:જન્મ-મરણનાં કોલ*
મળે જન્મ દિવસની અઢળક શુભેચ્છાઓ,
રાખે સહુ કોઈ એવાં અભરખાઓ..!
જન્મ્યાં છે એટલે જન્મ દિવસ ઉજવાશે,
મીઠાઈ ,કેક તો ચોક્કસ કપાશે...!
મિત્રો ,સગાં ,વ્હાલાં સંબંધી લાવશે ભેટ
સોગાદો,
ઠાલુ સ્મિત કરી
ખાલી ખાલી
બોલીશું શું જરૂર હતી?
રહેવા દો...!
આ બધી જ
નાહકની વાતો,
સહુને આ બધી જ
ગમે છે વેવલાતો...!
જન્મ કે સર્જન છે જ
ઉજવણીને લાયક,
મૃત્યુ કે વિસર્જન
થોડું ગમાડવાને લાયક...?
વર્ષો ભેગા મળી ગાળેલી યાદોને
અમસ્તી થોડી
ભુલાવાય?
લાગણીઓનો ધોધ
આમ પળમાં થોડો
સુકાવાય..?
પ્રેમની અભિવ્યક્તિમાં
કેન્દ્ર સ્થાને હોય છે
જન્મ-મરણનાં કોલ,
પણ જનાર સાથે
એમ કાંઈ થોડું
જવાય છે...?
હાસ્તો ,જનાર તમારી
સાથે તમારું ઘણું બધું
લઈને જાય છે,
છતાંય પોતાનાં
ભાગનું આકાશ
તમને ચોક્કસ
આપતું જાય છે..!
મૃત્યુ એક સનાતન સત્ય,
તો જન્મ પણ નવી આશાઓ લઈને
આવી જાય છે...!
-ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*